Tributes

A Tributes To Param Pujya Joytiben by Pujya Rujuben Bharuchi

 

 

Jyotiben2

 

વાણી વર્તને બ્રહ્મજ્ઞાન વહેતું ,પળમાં વિસરે વરતેલું

 

માયાથી નિર્લેપ રે સાધુ , નિર્દભ રહી ધાર્યા પ્રભુ

 

           

સર્વદેશી સ્વરહિત જીવનનું ,અલખ સુખ તુંમાં રહ્યું

 

સહજ ,સરલ, મસ્ત સ્મિત ઝરંતું , જ્યોતિસ્વામીને હું નમું…..

 

 

જ્યોતિબેન મહારાજનું પાંદડું થઇને જીવે છે.મહારાજ હલાવે એમ હાલે છે, ચલાવે એમ ચાલે છે.અને મહારાજની સેવારુપ ભક્તિરુપ બધું કર્યા કરે છેજ્યોત અને

 

જોગીનાં થઇને ૧૦૦% જ્યોતિબેન જીવે છે. જ્યોતિબેન પળે પળનું જીવન જીવે .ભુલ હોય તો વઢી નાખતાં ને બીજી મિનિટે પ્રેમથી મોઢામાં કોળિયા મુકે તેથી

 

સહુનાય આદર્શ છેગુણાતીત સમાજમાં જ્યાં જાય ત્યાં ભક્તોના આત્મીય બની જાય. સર્વદેશીયતા એનો વિશિષ્ટ ગુણ છે. એમનાં સંકલ્પે સહજ લોક,ભોગ,,

 

દેહને પક્ષથી પર બધા જતા રહે છેખરેખર સ્વરહિતનું સ્વરુપ એટ્લે આપણા જ્યોતિબેન ગુણાતીત સમાજની રચનાના શરુઆતના એકમાત્ર સાક્ષી હોય તો તે

 

. પૂ. જ્યોતિબેન યોગીજી મહારાજની યોજનાના નિમિત હોય તો તે પ.પૂ.જ્યોતિબેનસર્વ પ્રથમ ભગવાન ભજવાની શરુઆત કરનારા પણ પૂ.જ્યોતિબેનબહેનો

 

થકી બહેનો. ભગવાન ભજે બાપાના આદેશ ને જાળવી રખાવનારા પ.પૂ.જ્યોતિબેન.ગુરુહરિ પપ્પાજી મહારાજ ને સર્વ મુક્તોમાં જીવંત રાખનાર પ.પૂ. જ્યોતિબેન.

                                                               

 

 

   માર્ગદર્શક જ્યોતિબેને આપેલા માર્મિક સત્યો જીવનમાં અનુસરી

 ***સાચા સાધુ બનીએ***

 

 

ઉનાળામાં મોગરાની સીઝનમાં એક વખત જ્યોતિબેન બ્રહ્મવિહારમાં પ્રદક્ષિણા કરવા પધાર્યાબ્રહ્મવિહારમાં પપ્પાજી પાસે ધરાવેલા મોગરાના ફુલ જોઇ

જ્યોતિબેન કહે,’જેમ મોગરાની સુવાસ બધાયને ગમે છેતેવી રીતે આપણા જીવનની સુવાસ બધાને ગમતી થઇ જાય એવા સાચા સાધુ બનીએ ખરું.

 

                                                                      ***અંદરનાં ટ્રાફિકને ક્લીયર કરો***

 

 

જ્યોતિબેન પૂના એક હરિભક્તના ઘરે પધરામણી જઇ રહ્યા હતાંરસ્તામાં ટ્રાફિક ખુબ હતોએક મુક્તે કહ્યું કે,જરા નીચે ઉતરીને કોઇ આ  ટ્રાફિક     

કલીયર કરાવે તો સારું.જ્યોતિબેને તુરંત હાસ્ય આપી સત્ય આપ્યું કે ટ્રાફિક બહાર નથી પણ અંદર છેતેથી ધૂન કરવા માંડો તો હમણાં કલીયર થઇ જાશે.

 

                                                                                   

                                                                                     ***મુર્તિ સામે જોઇ રહીએ***

 

 

એક વખત સેવકે જ્યોતિબેનને જમ્યાં બાદ ગોળી ગળવા માટે આપી,પણ પાણી આપવાનું રહી ગયુંતે જ્યોતિબેન સામે જોયા કરે કે જ્યોતિબેન કેમ દવા લેતાં

નથી? થોડી વાર થઇ એટલે સેવકને ખ્યાલ આવ્યો કે પાણી આપવાનું રહી ગયું છે.પછી પાણી આપ્યું. દવા લીધા પછી જ્યોતિબેન કહે,’આમ અખંડ મુર્તિ સામું

જોઇ રહીએ તો ભગવાન બધું ટાણે યાદ કરાવી જાશે.

 

 

તો આજનાં શુભ દિવસે ગુરુહરિનાં ચરણોમાં પ્રાર્થના કેહે પપ્પાજી જ્યોતિબેનનાં શ્રમને અમે અમારા જીવનમાં સાર્થક બનાવીએએમના દેહ ને નીરામય

ચિરંજીવ રાખજોસદાય આપ અમારામાં નિવાસ કરી શકો એવાં અમારા વિચાર, વાણી ને વર્તન કરી શકીયે..એવા રુડા આશિષ આપજો.

 

                            

                                                                                    ***જય સ્વામિનારાયણ***

 

                                                                                                    

        

 

 

Back

Login

Back

Cart

JTouch Mobile Template for Joomla (c) 2011 - 2013 JTouchMobile.com