સ્વામીશ્રીજી

                                   

 

ગુણાતીત સમાજની જય.ગુરુહરિ પપ્પાજી મહારાજ ની જય

 

 

રક્ષાબંધનના શુભ પર્વે ગુરુહરિ પપ્પાજી મહારાજે આ પર્વનું મહાત્મ્ય સમજાવતા પરાવાણી વહાવી છે કે,

આજે રક્ષાબંધનનો દિવસ છે.મહાભારતમાં તેની કથા છે,કૌરવો અને પાંડવોનું યુધ્ધ થયું.અર્જુનનો છોકરો અભિમન્યું હતો.એનાં ગુરુએ કીધું કે ,‘એને કુંતામાતા રાખડી બાંધે તો એને કોઇ હણી ના શકે.કાળ અડેએટલે કુંતામાતાએ લડાઇમાં જતાં પહેલાં રાખડી બાંધીને મોક્લ્યો.એને મારવો હશે એટલે ભગવાન

ઉંદરડો બનીને રક્ષા કાપી ગયાં.સાત કોઠાનું યુધ્ધ હતું એમાં સાતમાં કોઠામાં મરાયો .ત્યારનું રક્ષાનું ચાલતું આવ્યુ છે. કુંતાજી સતી હતા.એમણે રાખડી બાંધીને રક્ષા થઇ. દેહની રક્ષા હતી.

 

 

તેનાથી તો આપણે ક્યાંય આગળ નીકળી ગયાં છીએ.દ્રષ્ટા સ્થપાયો એટલે કાળ ક્યાં આપણને અડવાનો હતો? આપણી માટે રક્ષા કઇ? જે પ્રહલાદ્જીએ ભગવાન પાસે માંગ્યું હતું કે,’તમે રાજી થયાં હો તો દેહની રક્ષા , એને હુ રક્ષા નથી માનતો પણ આત્માની રક્ષા ઇન્દ્રિયો અંતઃકરણથી કરજો.

 

 

સાથે પપ્પાજીએ કહ્યું કે, રક્ષાબંધન આવે ત્યારે કપોળવાડીમાં જોગીમહારાજ અમને રક્ષા બાંધતાં.જોગીમહારાજે ખૂબ કૃપા કરી કે ગુણાતીત મારું સ્વરુપ મનાઇ ગયું.સદગુરુ A માં પણ આપણને અસાધારણ હેત કરાવી દીધું. સ્વરુપો તમને રક્ષા બાંધી આશીર્વાદ આપશે કે ત્રિકાળમાંય તમને દેશકાળ લાગશે નહીં.મુંઝવણ ,વિક્ષેપ, અભાવમાં જઈએ નહીં ને પ્રાપ્તિનો કેફ નિરંતર રહ્યા કરે.દિવ્ય ભાઇઓ કેવળ બાપાને રાજી કરવા નિષ્કામભાવે સેવા તન,મન થી કર્યા કરે છે.તેમના માટે દિવ્ય બહેનોની ફરજ છે કે તેભાઈઓને તેમના સહ્કુટુંબ આલોક ને પરલોક્ની આધ્યાત્મિક ઉન્નતિ માટે બાપા બળ આપો,એકાંતિક ધર્મ હસતાં રમતાં સુખે સુખે સિધ્ધ કરાવો.’ તેવો સંક્લ્પ કરી પ્રાર્થના કરવી.એવી ભાવના સાથે ગુણાતીત જ્યોતની બહેનો રાખડી બનાવે છે.

 

 

તા. //૬૪ ના દિવસે મુંબઈ તારદેવમાં નિષ્કામભાવે મહાપૂજાની શરુઆત પૂ.દીદી પાસે પપ્પાજીએ કરાવી.ધામ, ધામી,મુક્તોનું આવાહન કરી પ્રત્યક્ષભાવ લાવી અંતરથી પ્રાર્થના શરુ કરી. દર વર્ષે ઓગષ્ટ મહિનામાં ગુણાતીત જ્યોતમાં થાય છે.જેમાં એકે એક હરિભક્ત જેટલાં જેટલાં સમાજમાં છે બધાંના મંડળોવાર નામ બોલાય ને પ્રાર્થના થાય.વળી આજ દિવસે બધી રક્ષા બની ગઈ હોય તેને મહાપુજામાં મુકી બહેનો પ્રાર્થના કરે જે આખા ગુણાતીત સમાજની કાળ,કર્મ,માયા થકી રક્ષા થાય.તન,મન,ધન ને આત્માના સુખે સદા સુખિયા રહે.ત્રિકાળમાંય દેશકાળ લાગે નહીં.એવી ઇંન્દ્રિયો અંતઃકરણથી રક્ષા થાય.આખા દિવ્ય સમાજને સંભારી સંભારીને રાખડી મોક્લાવે છે.. આપણું નસીબ કહેવાયખરું ને!!!!!!

Author: P.Rujuben Bharuchi 

© gunatitjyot.org | Mobile version | Sitemap | Login

We have 83 guests and no members online