Sonaba001

 

 

સહજાનંદસ્વામી મહારાજ ની જય………પપ્પાજી મહારાજની જય...

             

 

સહુની બા એટલે સોનાબા.શ્રાવણ સુદ બીજ એટલે સોનાબાનો પ્રાગટ્યદેન.આજે સોનાબાનો ૧૧૧મો પ્રાગટ્યદિન છે ગળથૂથીમાં નિષ્ઠા અને ભજનની ટેવ. પ્રાપ્ત કરેલ

સોનાબાના પાટીદાર કુટંબમાં દાદીમાના પિયરનો સત્સંગ.. વ્રજથી પણ કઠોર અને કુસુમથીય કોમળ એવા બા નાની ઉંમરમાં વિધવા થતાં આવકનું કોઇ સાધન રહ્યું..છતાંય નાના પુત્ર કાંતિનાં ખિસ્સામાં પૈસા મુકીને શાસ્ત્રીજી મહારાજ પાસે મોકલે અને તેઓ ખિસ્સામાથી ભેટ લઇને સ્વીકારે. આમ શાસ્ત્રીજીમહારાજની મંદિરો બનાવવાની રુચીમાં સહર્ષ ભળી,છુપી રીતે ધનની સેવા કરી.

 

            

 

પુ.તારાબેન અને પુ.જ્યોતિબેનની અંતરની અભીપ્સા સુણી યોગીજીમહારાજે પપ્પાજી કાકાજી દ્વારા બહેનોને ભગવાન ભજવા માટેના દ્વાર ખુલ્લા મુક્યાં. જબરજસ્ત ઝંઝાવાતના વિરોધમાં જગતની કોઇ પણ વ્યક્તિ કે શક્તિનો ભાર રાખ્યા વિના બાએ દ્રઢ સ્વરુપ નિષ્ઠાથી કર્તાહર્તા તમેજ છો એમ માની ભજનનો આશરો લીધો. આર્થિક સંકળામણ અને સેવાના અતિશય ભીડામાં નીર્ભય બની કાકાજી પપ્પાજીને સર્વસ્વનું સમર્પણ કરી બા અંતરની પ્રસન્ન્તા પામ્યા. તેમજ ૫૧ સંતો બનાવવાની યોગીજીમહારાજની રુચીમાં ભળીને  યુવકોને અપાર હેત કરી અસાધારણ માહાત્મ્ય ગાઈને પ્રભુમાર્ગે ચાલતા કર્યા. દાદર મંદિરે યુવકોના નાસ્તા બનાવીને મોકલવાની સેવામાં દેહ થાકી જાય ત્યારે દેહ તો ગધાડું છે.ભગવાનના ભક્તોની સેવા માટે વાપરી લોએવા મહાત્મ્યથી નિત ઉત્સાહી બની સેવા કરી ને કરાવી.. ભાઇઓને પણ બાની નિર્મળ સ્નેહ સરિતામાં ભીંજાવાનુ સૌભાગ્ય સાંપડ્યું. જેનાથી અંતર બાહ્ય જગત ખરતા જીવનમાં નવોજ વળાંક આવી ગયો.ભજન માં કહ્યુ છે ને કે……

       

મા હેતનો સાગર કરે રુડું અકારણે,  કાળા ઉપર ધોળુંએ કરીએ દિવ્યમાં બને,

       

મા દોષ અન્યના કદીયે  કાને નહિ ધરે, રસબસ કરીદે જીવને જગદીશમાં જોડીને,

       

બસ પ્રેમ પ્રેમપ્રેમ થી ખમ્યાં સદા કરે.   મા તે મા રે ચૈતન્યમા.

                       

 

જંગમ મંદિરો ઘડવાના પપ્પાજી ના સંકલ્પમાં ભળી બળબળતાં રણમાં મીઠી વિરડીનું કાર્ય કર્યું. બાની કરામત કે વણ ઉપદેશે પાષાણ હ્રદય પીગાળી દોષ રહીત કરે. ગ્રહસ્થ હરીભક્તો પણ બાની આત્મીયતામાં ભીંજાઇ નિ;સંકોચ બા પાસે પોતાની વ્યથા કહી શકતાં. ને બા સરસ સુઝ આપી ગ્રહ્સ્થાશ્રમમાં પ્રભુ ધારવાની રીત શીખવતાં. ૧૭//૧૯૯૫ માં બાનો અંતીમ સંદેશ  હતો કે, ‘ પપ્પાજીને ઓળખી લેજો’…….તો બાના અંતીમ સંદેશને આપણું જીવન બનાવી એમનું ત્રૂણ ચુકવીએ.                         

                                                                   

© gunatitjyot.org | Mobile version | Sitemap | Login

We have 120 guests and no members online