સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો જય સ્વામિનારાયણ !

 

આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ જૂન દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

 

(૧) તા.૫/૬/૧૭ પૂ.ગુણવંતભાઈ (પેરીસ) અક્ષરધામ નિવાસી થયા.

 

પેરિસના પ.મુ. પૂ.ગુણવંતભાઈ તા.૫/૬ના રોજ ટૂંકી બિમારીમાં જ અક્ષરધામ નિવાસી થયા. પૂ.મગનભાઈ પેરીસ સાથે મિત્રતાના નાતે આ જોગમાં આવ્યા. ગુરૂહરિ પપ્પાજી જ્યારે છેલ્લી વાર ૨૦૦૨માં પેરીસ પધાર્યા ત્યારે કંઠી બંધાવી અને

પૂ.દિલીપભાઈને ગુરૂસ્થાને સ્વીકારી દૂધમાં સાકર ભળે તેમ આ સમાજમાં ભળી ગયા. પત્ની બીનાબેન અને પુત્રી હીરલને પણ પૂ.અરૂણાબેનના સમાગમે ગુરૂહરિ પપ્પાજીની નિષ્ઠા થઈ ગઈ.

 

પૂ.ગુણવંતભાઈ બિમારી દરમ્યાન ગુરૂહરિ પપ્પાજી સાથે મનોમન વાત કરતા. તેમના છેલ્લા દિવસોમાં તેમને ખબર પડી ગઈ હતી કે હું હવે દેહમાં નહી રહું. લંડનથી પૂ.દિલીપભાઈ જોવા ગયા તો તેમને પણ પપ્પાજી સ્વરૂપ માની છેલ્લી પ્રાર્થના કરી લીધી. પૂ.મગનભાઈના દીકરા પૂ.હીરેનને પોતાના પુત્ર સમાન રાખતા. તેને કહ્યું કે હું હવે અડધો કલાક છું. અને પૂ.મગનભાઈને કહ્યું જુઓ ગુરૂહરિ પપ્પાજી આવ્યા ને ખરેખર અડધા કલાકમાં આંખો સ્થિર થઈ ગઈ. અને અક્ષરધામમાં સિધાવી ગયા.

 

 

પેરિસમાં પૂ.દિલીપભાઈએ ઘરમાં ને મુક્તિધામમાં સરસ વિધિ કરાવી. અક્ષરધામ ગમન નિમિત્તે મહાપૂજા પણ ભક્તિભાવે કરી. પેરિસથી અસ્થિકુંભ લઈને તેમનાં પત્ની બીનાબેન, પુત્રી હીરક અને પૂ.મગનભાઈ નવસારીથી ૧૫ કુટુંબીજનોને લઈને આવ્યા. જ્યોત પ્રાંગણમાં તેનું પૂજન .પૂ.જ્યોતિબેન, .પૂ.દીદી, .પૂ.દેવીબેન, પૂ.રમીબેન અને સર્વે સદ્દગુરૂ સ્વરૂપોએ કર્યું. તથા પૂ.ઈલેશભાઈ અને ભાઈઓએ પુષ્પાંજલિ અર્પીને કર્યું. આરતી કરી અને શ્રધ્ધાંજલી અર્પી. અસ્થિ વિસર્જન ભારતમાં મહીસાગરમાં વ્હેરાખાડીમાં .પૂ.જ્યોતિબેન બહેનો અને ભાઈઓના સાંનિધ્યે થયું. ખરેખર તેમનાં પત્ની અને દીકરીનાં મુખ પર સ્મિત રેલાય અને બળમાં જોઈને તેમની નિષ્ઠા અને સમજણનાં દર્શન ભાઈઓ, બહેનો અને તેમના કુટુંબીજનોને થયાં.

 

પૂ.ગુણવંતભાઈનો આત્મા તો ગુરૂહરિ પપ્પાજીના ચરણોમાં કહેતાં સમાજમાં ક્યાંક મૂકી દીધો હશે. પ્રભુ અને ગુરૂહરિ પપ્પાજી એમનાં સ્વજનોને ખૂબ શક્તિ અર્પે તેવી પ્રાર્થના.

 

(૨) તા.૨૧/૬/૧૭ શ્રી ગુણાતીત જ્યોતનો ખાતમુહૂર્તદિન

 

ગુણાતીત સમાજ માટે ખૂબ મોટો ક્રાંતિકારી દિવસ કહેવાય. અહીં આપણે પહેલાં પૂર્વભૂમિકા ટૂંકમાં જાણી લઈએ. ઐતિહાસિક સ્મૃતિ કરી લઈએ.

સમાજમાં સ્ત્રીઓ માટે ખૂબ મર્યાદાઓ હતી. એમાંય વળી ગુજરાતી પટેલના બહેનો માટે સમાજ રૂઢિચુસ્ત હતો. “દીકરીને કુંવારી રખાય નહીં, સ્ત્રી તો સાપનો ભારો છે. તે સાસરીમાં શોભે.” સ્ત્રીસ્વાતંત્ર્યની વાતો આપણા ભારતદેશમાં થતી. પરંતુ પ્રેક્ટીકલ અમલમાં આવવું અશક્ય હતું. એવા સમયમાં યોગીજી મહારાજના કાને બહેનોની પ્રાર્થનાનો પોકાર પહોંચ્યો. ભાઈઓને જગતમાંથી ઉગારી આપ સાધુ કરો છો ? તો બહેનોનો શું વાંક ? અમે કુંવારાં ના રહી શકીએ ? અમે સાધુ ના બની શકીએ ? મહારાજ વખતનું અધૂરૂં કાર્ય પૂરું કરવા પૃથ્વી પર મોકલેલ ગુરૂહરિ પપ્પાજી-ગુરૂહરિ કાકાજીને યોગીજીમહારાજે કાર્ય માટે પસંદ કર્યા. ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજી યોગીજીમહારાજને ભગવાનનું સ્વરૂપ માનીને ઉચ્ચ કક્ષાએ સેવન કરનારા મહાન પુરૂષો હતા. તેમને બહેનોને ભગવાન ભજાવવાનું ભગીરથ કાર્ય સોંપ્યું. ભગવાન ભજવા માટે ૨૫ બહેનો તારદેવ આવ્યાં અને બહેનો માટેનો આશ્રમ વિદ્યાનગરના આપણા પ્લોટમાં બાંધી આપવા આજ્ઞા યોગીજીમહારાજે કરી.

 

 

 

સમાજનો ઘણો વિરોધ હતો. વિરોધના વંટોળની વચ્ચે યોગીજી મહારાજે આજના દિવસે ૨૧ જૂન, ૧૯૬૫ના રોજ ગુરૂહરિ પપ્પાજીના પ્લોટમાં .પૂ.સાહેબ અને મોટેરા ભાઈઓને આદેશ આપી ખાતમુહૂર્તની તૈયારી કરાવી. અને યોગીજી મહારાજ ખૂબ પ્રસન્ન  થકા .પૂ.મોટા સ્વામી તથા .પૂ.પ્રમુખ સ્વામી સાથે પધાર્યા અને સ્વહસ્તે ખાતમુહૂર્ત કર્યું. એટલું નહીં પરંતુ પૂ.રમણિકઅદાએ ત્યારે સુખડનો હાર યોગીબાપાને પહેરાવ્યો અને યોગીજી મહારાજે અંતરથી આશીર્વાદ આપ્યા, “ગુણાતીત જ્ઞાનના સંદેશા આખી દુનિયામાં અહીંથી ફેલાશે.” ભૂત-ભાવિના જાણનારા યોગીજીમહારાજના એક નાના વાક્યમાં બહુ મોટું દર્શન (શ્રધ્ધા) .પૂ.પપ્પાજી, .પૂ.કાકાજી અને .પૂ.બાને હતી.

 

 

સંસ્થાનું શ્રી ગુણાતીત જ્યોત નામ ગુરૂહરિ પપ્પાજીએ રાખ્યું. વળી, બહેનોનાં વસ્ત્રનો કલર યોગીજી મહારાજે પસંદ કરી આપ્યો. જ્યોત મકાનનું કામ પૂરજોશમાં શરૂ થયું. સાથે સમાજનો વિરોધ વધતો ગયો. ૧૦ મહિનામાં તો મકાન તૈયાર થઈ ગયું. પણ બહેનોને લઈને મુંબઈથી વિદ્યાનગર રહેવા આવવાના સંજોગો વિપરીત હતા. સમયે પૂ.સોનાબા કે જે શાસ્ત્રીજી મહારાજની રાધા કહેવાતાં અને યોગીજીમહારાજને પ્રત્યક્ષ સ્વરૂપે એવા માની સેવન કરતાં. બાપાને કર્તાહર્તા માનનારાં .પૂ.બા પ્રાર્થનાથી કહ્યું, “બાપા ! તમારે અમને ઉંચકીને વિદ્યાનગર મૂકવાં હોય તો મૂકો. નહીં તો અમે બેઠાં.” વગેરે ૧૯૬૫-૬૬ની સ્મૃતિ કહાની માયા સામે કેવળ જપયજ્ઞથી કેવી રીતે જીત મેળવી વગેરે વાતો આજે સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ બહેનોની સભામાં પૂ.દયાબેન, .પૂ.જ્યોતિબેન અને .પૂ.દીદીના મુખે સાંભળી ધન્યતા અનુભવી હતી. તે વખતના સાક્ષી વડિલ બહેનો હતાં. તેમની સબીજ વાત જાણે ફિલ્મની સ્ટોરી સમાન લાગે પણ તે સત્ય ઘટનામાં ગુરૂહરિ પપ્પાજી-ગુરૂહરિ કાકાજીની સામર્થીનાં દર્શન થતાં હતાં.

 

 

(૩) તા.૨૨/૬/૧૭

 

 

.પૂ.દીદીને આઈ.બી.પટેલ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાનગરના પ્રિન્સીપાલ શ્રી મહેશભાઈ સ્ટેલીન પોતે આમંત્રણ આપવા આવ્યા હતા. ધોરણ ને ૧૧ના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ છે, તો પધારજો. .પૂ.દીદી એમના આમંત્રણને સ્વીકારીને તા.૨૨ જૂન સવારે .૦૦ વાગ્યે સ્કૂલમાં પધાર્યાં હતાં. .પૂ.દીદી ચીફ ગેસ્ટ અને જ્યોતનાં બહેન પૂ.મીનાબેન ગોએન્કા ગેસ્ટ ઑફ ઑનર હતાં. સાથે ડૉ.વીણાબેન અને પૂ.નીનાબેન પણ હતાં.

 

 

.પૂ.દીદી, પૂ.મીનાબેન, પૂ.ડૉ.વિણાબેન, પૂ.નીનાબેનનું સ્વાગત પુસ્તક અર્પણ કરીને કર્યું હતું. શ્રી પ્રિન્સીપાલે .પૂ.દીદી અને પૂ.મીનાબેનનો ઈંગ્લીશમાં પરિચય કરાવ્યો ને વિદ્યાર્થીઓને ઉત્તેજીત કર્યા. .પૂ.દીદીએ ધોરણ ૯માં આવનાર વિદ્યાર્થીનીઓનું પૂજન કર્યું. અને પૂ.મીનાબેને ધોરણ ૧૧ માં આવનાર વિદ્યાર્થીઓને પુસ્તકો અર્પણ કર્યા. શ્રી પ્રિન્સીપાલે ધોરણ અને ૧૧માં આવનાર વિદ્યાર્થીઓનું પૂજન કરી પુસ્તક અર્પણ કર્યાં.

 

 

 

.પૂ.દીદીએ વિદ્યાર્થીઓને ભાવિનું ધ્યેય લક્ષ બાબતે ઉત્તેજન તથા સુસંસ્કાર, ચારિત્ર્ય ઘડતર પર, સ્વાસ્થ્ય પર વાત કરીને બહારનું (બજારનું) ખાવું નહીં તે અંગે પ્રેક્ટિકલ કર્યું. તે શું તો જ્યોતમાંથી બહેનો પાસે વિદ્યાર્થીઓને માટે તલની ચિક્કી અને સેવ-મમરાના પેકેટ તૈયાર કરાવ્યા હતાં તે પ્રિન્સિપાલ મારફત અર્પણ કર્યાં. ઓહો ! કેવી દિવ્યમા’. જેનાં દર્શન-પ્રસાદથી સહુએ ધન્યતા અનુભવી હતી. પૂ.મીનાબેને ગોએન્કાએ પણ ઈંગ્લિશમાં સુસંસ્કાર અને ચારિત્ર્ય પર માર્ગદર્શન આપ્યું. .પૂ.દીદીએ સ્કૂલના સ્ટાફને સ્મૃતિભેટમાં શતાબ્દી પર્વની પેન આપી.

જ્યોતનું ગૌરવ એવાં .પૂ.દીદી અને પૂ.મીનાબેન ગોએન્કાને અભિનંદન સહ પ્રણામ.

 

(૪) તા.૨૩/૬/૧૭  પ.પૂ.જ્યોતિબેનનો પ્રાગટ્યતિથિ ઉત્સવ

 

 

આજે સવારે જ્યોત પપ્પાજી હૉલમાં સવારે બહેનોની સભામાં .પૂ.જ્યોતિબેનની પ્રાગટ્યતિથિ ઉત્સવ ઉજવાયો હતો. તેમાં પૂ.હંસાબેન કંપાલાએ .પૂ.જ્યોતિબેનનું પૂજન કરી પુષ્પ અર્પણ બાદ .પૂ.જ્યોતિબેનના મહિમાગાન સાથે જૂની સ્મૃતિ પ્રથમ ૫૧ બહેનો વખતની સ્મૃતિની વાતો સાથે લાભ આપ્યો હતો. તથા બહેનોએ પણ .પૂ.જ્યોતિબેનનો મહિમા ગાયો હતો. પૂ.જશવંતીબેન, પૂ.જશીબેન ઝાટકીયા, પૂ.સવિબેન રતનપરાએ .પૂ.જ્યોતિબેન સાથેની જૂની સ્મૃતિ પ્રસંગ સાથે વર્ણવીને યાચના-પ્રાર્થના કરી હતી.

 

 

(૫) તા.૨૫/૬/૧૭ સવારે રક્ષાબંધનની રાખડીની મહાપૂજા

 

 

આજે સવારે .૩૦ થી ૧૨.૩૦ દરમ્યાન રાખડીની (રક્ષાબંધનની) મહાપૂજા રાખી હતી. હરિભક્તોને મોકલવાની રાખડી બહેનો બનાવે છે. અને તૈયાર થયા પછી તે રાખડીઓ શ્રી ઠાકોરજી પાસે ધરીને બહેનો મહાપૂજા કરે છે. તેમ વખતે ટીચર્સ બહેનોને મહાપૂજામાં બેસવાનું રાખેલું. રવિવાર હતો. વળી .પૂ.દીદીએ કર્મયોગના માર્ગે સહુ પ્રથમ ટીચર તરીકે કર્મયોગ કરેલો. આજે .પૂ.દીદીનો પ્રાગટ્યતિથિ ઉત્સવ સાંજે રાખેલ છે અને સવારે રક્ષાની મહાપૂજા રાખી હતી. બહેનોએ ભજન કરતાં કરતાં રાખડી બનાવી હોય છે. છતાંય સર્વે સદ્દગુરૂ સ્વરૂપોની હાજરીમાં મહાપૂજા ઠાકોરજી પાસે ભજન-પ્રાર્થના કરી ઠાકોરજી ગુરૂહરિ પપ્પાજી પાસે શક્તિશાળી બનાવવા મહાપૂજા કરવાની હોય છે. રીટાયર્ડ ટીચર્સ બહેનો પણ મહાપૂજામાં બેઠાં હતાં. ખૂબ ભક્તિભાવથી મહાપૂજા કરી હતી.

 

 

સાંજે .૦૦ થી .૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં .પૂ.દીદીના પ્રાગટ્યતિથિ ઉત્સવની ઉજવણી કરી હતી. પૂ.હંસાબેન મોદીએ .પૂ.દીદીને હાર અર્પણ કરી અનુભવ દર્શનમાં લાભ આપ્યો હતો. તથા પૂ.હંસાબેન માવદીયા, પૂ.ભાવનાબેન ગજ્જર, પૂ.હર્ષાબેન પટેલ, પૂ.ડૉ.નિલમબેન, પૂ.શીલાબેન એમ. પટેલે પણ .પૂ.દીદીના માહાત્મ્યદર્શન સાથે સ્મૃતિલાભ આપી ધન્યતા અનુભવી હતી. અને તેમના ચરણે યાચના-પ્રાર્થના કરી હતી. અંતમાં .પૂ.દીદીના આશીર્વાદ લીધા હતા.

 

 

(૬) તા.૨૬/૬/૧૭ સરપ્રાઈઝ ડે

 

 

આજે સરપ્રાઈઝ ડે. ગુરૂહરિ .પૂ.પપ્પાજી ૧૯૮૫ની સાલમાં લંડન જવા માટે વિદ્યાનગરથી નીકળ્યા હતા. બે-ત્રણ દિવસ પહેલાં નીકળ્યા હતા. અને મુંબઈથી વીઝા લઈ અમદાવાદ ગયા. અને ત્યાંથી રાત્રે વિદ્યાનગર પધાર્યા. અને કોઈને જણાવ્યા વિના બહેનોને સરપ્રાઈઝ આપી હતી. આજનો ખૂબ આનંદનો દિવસ છે.

 

 

સવારની સભામાં ટીચર્સ બહેનોની વારી રાખી હતી. ગુરૂહરિ પપ્પાજીએ ટીચર્સ બહેનોને ખૂબ સ્મૃતિ લાભ આપ્યો છે. તેમાં પૂ.રેવંતાબેન પરસાણીયા, પૂ.ભારતીબેન દવે, પૂ.માયાબેન ડે, પૂ.ઉર્મિબેન ચૌધરી, પૂ.ઈલાબેન મારડીયા અને પૂ.શીતલબેન પટેલે ગુરૂહરિ પપ્પાજીના અનુભવ દર્શન, માહાત્મ્ય અને સ્મૃતિની વાતો કરી ધન્યતા અનુભવી હતી.

 

 

સાંજે .૦૦ થી .૦૦ .પૂ.દેવીબેનના પ્રાગટ્યતિથિ ઉત્સવની ઉજવણી જ્યોત પપ્પાજી હૉલમાં કરી હતી. તેમાં પૂ.લીલાબેન દેસાઈ, પૂ.ભાવનાબેન ડી, પૂ.જયાબેન ઝાલાવાડીયાએ અનુભવ દર્શન અને સ્મૃતિની વાતો કરી હતી.

 

 

આમ, ગુણાતીત જ્યોતનો ખાતમુહૂર્તદિન અને સ્વરૂપોના પ્રાગટ્યતિથિ ઉત્સવ અને રક્ષાબંધનની મહાપૂજા જેવા ઉત્સવપર્વો લઈને આવેલું પખવાડીયું ખૂબ ભક્તિસભર પસાર થયું હતું. .પૂ.યોગીજી મહારાજે અનંત મુક્તોને ગુણાતીત સાધના પંથે ચાલવા અને ગુણાતીતભાવમાં જીવતા થઈ, ગુણાતીત જ્યોત પ્રગટાવી, એનો પ્રકાશ અને સૌરભ સર્વત્ર પ્રસરે એવા હેતુથી આજે બ્રહ્મસ્વરૂપ યોગીબાપાએ ખાતમુહૂર્ત કર્યું. વાતને વર્ષોનાં વહાણાં વહી ગયાં. ખાતમુહૂર્ત કોઈ જમીનમાં નહીં, પરંતુ આપણા જીવોમાં કર્યું. ગુરૂહરિ પપ્પાજીની નિશ્રા અને રાહબરીમાં આપણને મૂક્યા. ગુરૂહરિ પપ્પાજી મહારાજે પોતે પોતાનું સર્વસ્વ હોમીને આપણને અપાર પેમ, જતન, માવજત અને સાંનિધ્ય આપી સાધનાની સરળ રાહે મૂક્યા. તો હે યોગીબાપા ! હે પપ્પાજી મહારાજ ! આપના હેતુને સમજી અમારા વિચાર, વાણી ને વર્તને ખૂબ જાગ્રત રહી કેવળ આપની પ્રસન્નતાર્થે જીવવાના બળ, બુધ્ધિને પ્રેરણા આપશો.

 

 

અત્રે સર્વ સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ. રાજી રહેશો.

 

જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !

© gunatitjyot.org | Mobile version | Sitemap | Login

We have 115 guests and no members online