સહજાનંદસ્વામી મહારાજની જય…….

                                 

ગુરુહરિ પપ્પાજી મહારાજની જય …….

 

 guru-purnima

 

 

આજે ગુરુપૂર્ણિમાનો મહા મંગલકારી દિન..સમગ્ર સમાજ આજે દરેક મંદિરોમાં ભકિતપૂર્ણ હદયે ગુરુનું પૂજન કરી તેમનાં ચરણોમાં પોતાની યથાશક્તિ ભેટ ધરી આખા વર્ષમાં જે પોતે ગુરુની કૃપાથી સુખ શાંતિ આનંદ અનુભવ્યાં હોય તેનું ઋણ ચુકવવા તત્પર હોય..આજનાં દિવસનાં પ્રારંભથી આબાલ વૃધ્ધ દરેકનાં હદયમાં એક ઊમળકો હોય જે અવર્ણનીય હોય..

           

 

સ્વામિનારાયણ સત્સંગમાં ગુરુનો મહિમા ખુબ જ મહત્વનો છે. અલૈયા ગામેથી મહારાજે હરિભક્તોને ઊદ્દેશીને એક પત્ર લખ્યો હતો તેમાં ગુરુનું મહાત્મ્ય સમજાવ્યું છે કે,જીવનું હીત કરે તે સાચા ગુરુ છે.એવા ગુરુના આશ્રયે શિષ્ય ક્યારેય દુખ પામતા નથી. આલોક અને પરલોકનું હિત બતાવે છે. તે જ સાચા ગુરુ છે.

 

 

તો વળી યોગીજી મહારાજે તેમની પરાવાણીમાં કહ્યું છે કે,’ગુરુ કૃપા વિના બ્રહ્મહ્યાન મળતું નથી.તે માટે તેવા પ્રત્યક્ષ ગુરુ જોઇએ..

                

 

એવુ ને એવુ જ ગુરુહરિ પપ્પાજી મહારાજે મંગલ દર્શને આશિષ આપતા કહ્યું કે, આપણો જે પરમ પ્રિય સ્વભાવ –જે પ્રભુથી આપણને દૂર લઇ જાય છે તે સ્વભાવરુપી અંગૂઠો ગુરુ દક્ષિણામાં  આજે ગુરુને અર્પણ કરીએ. ખરેખર……..

Guru is Aspiration and Guru is Inspiration.

 

 

ખરેખર આપણે તો ખુબ નસીબદાર કે ગુરુહરિ પપ્પાજી મહારાજે આપણને આવા પ્રત્યક્ષ દિવ્ય ગુરુઓ પૂ.પૂ.બા, પૂ.પૂ .બેન, પૂ.પૂ.જ્યોતિબેન, પૂ.પૂ તારાબેન, પૂ.પૂ દીદી, પૂ.પૂ.દેવીબેન, પૂ.પૂ.જસુબેન ની ભેટ આપી આપણે એમને શોધવા નથી ગયા.સામેથી કૃપામાં જ એમની દિવ્ય દ્રષ્ટિમાં લઈ પરબ્રહ્મની ઊપાસના  કરવાના માર્ગે ચડાવી દીધાં.ગુરુ સ્વરુપોએ જ આપણને ગુરુહરિ પપ્પાજીનું સ્વરુપ ઓળખાવ્યું છે.ભજન માં કહ્યું છે ને કે…….પ્રભુ વિના ગુરુ મળતના, ગુરુ વિના પ્રભુ ઓળખાતના…

તો આપણે કયા પ્રકારે ગુરુ દક્ષિણા આપીશું?........એ પણ આપણને ગુરુસ્વરુપો એ ભજનમાં માગતાં શીખવ્યું છે …

          

 

‘હું શોધું છું મારું‘હું’ કયાં રહે છે.એને શોધી મૂકું તારા ચરણે….

A Guru is a spiritual guide who is considered to have attained complete inside.

તો હે ગુરુસ્વરુપો…..આ જન્મે જ અમને બ્રહ્મરુપ કરી પરબ્રહ્મની ભક્તિમાં લય અને લીન કરી ધ્યો તેથી જન્મોજન્મ શુધ્ધ ઊપાસનાનો આનંદ લેતા જ રહીએ. 

              

 

વળી આજનાં પરમ શુભકારી દિને શક્તિ સ્વરુપા પરમ પૂજ્ય બેનનો પ્રાગટ્યદિન ......કેવું સુગલ મિલન !!!!!

ગુરુ સ્વરુપ પરમ પૂજ્ય બેનનાં શ્રી ચરણોમાં વંદના કરીએ …બેન ! આપનું તો સમગ્ર જીવન પરબ્રહમ સ્વરુપમાં લીન જ રહ્યું.આપના સમાગમમાં આવનારા ચૈતન્યોને એ તત્વમાં જોડી એવી અનુભુતિ કરાવી કે ગુરુ અને ગુરુહરિ જુદા જ નથી.એ સદાય તમારી સાથે જ છે.આવી આપની નિરપેક્ષ ભક્તિની મહાનતા ,દિવ્યતાનાં વિચારોમાં તન,મન ઓતપ્રોત થાય છે અને પરમ સુખની પ્રાપ્તિ નો અનુભવ પણ થાય છે. કહેવાય છે ને કે……

 

 

‘પરમ સુખ તવ મુર્તિમાં,પરમ સુખ તવ માહાત્મ્યમાં,

 

રોમેરોમમાં હરક્રિયામાં વહેતાં દિવ્યતત્વનાં તેજ હાં,સમાયા એ તુજમાં

 

વર્તે એ તવ દાસ થકા,સર્વોપરી ભાવમાં, તું નથી તું, તુંમાં પ્રભુ,અનુભવે હૈયાં’

    

 

તો હે બેન,…..એ પરમ તત્વની સ્મૃતિનાં સાતત્યમાં અમારું મન સદાય રમણ કર્યા જ કરે એવી આપની ઝંખનાં ને અમારું જીવન બનાવીએ.જેથી આપની જેમ સબંધવાળામાં મહારાજનું દર્શન થયા જ કરે ને એ રીતે આપને પ્રસન્ન કર્યા જ કરીએ.

બેન તારા આશિર્વાદે તન હોમી મન હોમી ધનથી કરશું સેવા પ્રભુ અર્થે…….

                                                                          

 

જયશ્રીસ્વામિનારાયણ

Author: P.Rujuben Bharuchi, P.Bhartiben Sanghvi 

 

© gunatitjyot.org | Mobile version | Sitemap | Login

We have 88 guests and no members online